<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

મહિલા પ્રીમિયર લીગ 2025નો કાર્યક્રમ જાહેર:14 ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટનો પ્રારંભ :વડોદરા સહિત 4 શહેરોમાં રમાશે 22 મેચ

વડોદરામાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે: ફાઈનલ મેચ 15 માર્ચે મુંબઈમાં રમાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી મહિલા પ્રીમિયર લીગ 2025 નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 14 ફેબ્રુઆરીથી થશે, જ્યારે ફાઈનલ મેચ 15 માર્ચે રમાશે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન ચાર શહેરોમાં થશે. મહિલા પ્રીમિયર લીગમાં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચ રમાશે.

મહિલા પ્રીમિયર લીગ 2025નું આયોજન ચાર સ્થળો પર થશે. મુંબઈ, લખનૌ, બેંગલુરૂ અને વડોદરામાં ટૂર્નામેન્ટની 22 મેચ રમાશે. મહિલા પ્રીમિયર લીગમાં 14 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી લીગ રાઉન્ડની મેચ રમાશે. બેંગલુરૂમાં આગામી સીઝનની સૌથી વધુ મેચનું આયોજન થશે. બેંગલુરૂમાં 8 મેચ, વડોદરામાં 6 મેચ, લખનૌમાં 4 મેચ અને મુંબઈમાં પ્લેઓફ સિવાય લીગ સ્ટેજની બે મેચ રમાશે.

આ વખતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચનું આયોજન વડોદરામાં થશે. તો ફાઈનલ મેચ મુંબઈમાં રમાશે

(10:13 PM IST)