<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

મોહમ્‍મદ શમીની એક વર્ષ બાદ ટીમમાં વાપસીઃ શુભમન ગીલને પ્રમોશન વાઇસ કેપ્‍ટન બનાવાયો

ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે ટીમ ઇન્‍ડિયાની જાહેરાત

નવી દિલ્‍હીઃ બીસીસીઆઇ દ્વારા ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે ટીમ ઇન્‍ડીયાની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્‍ટ બોલર મોહમ્‍મદ શમી લાંબા સમય બાદ ટીમમાં કમબેક કર્યુ છે, જયારે શુભમન ગીલને પ્રોમોશન આપવામાં આવ્‍યું છે તેને વાઇસ કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો છે.

મુંબઇના વાનખડે સ્‍ટેડીયમ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કેપ્‍ટન રોહિત શર્મા અને મુખ્‍ય પસંદગીકાર અજીત અગરકરની હાજરીમાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે ગુજરાતના ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે ભારતની ટીમ આ મુજબ છે. રોહિત શર્મા (કેપ્‍ટન), વિરાટ કોહલી, શુભમન ગીલ (વા.કે.), શ્રેયસ ઐયર, કે.એલ.રાહુલ, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, વોશીંગ્‍ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્‍મદ શમી, યશસ્‍વી જયસ્‍વાલ, રીષભ પંત અને રવિન્‍દ્ર જાડેજા.

 

 

(3:20 PM IST)