તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
બીસીસીઆઈની સિલેક્શન ટીમે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ અઢી કલાક સુધી કરી ચર્ચાઓઃ ગંભીર અને રોહિત-અગરકર વચ્ચે વાદ-વિવાદ સર્જાયો
હેડ કોચ ગૌતમ ગંભીર હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવા માગતાં હતા જ્યારે કેપ્ટન રોહિત અને ચીફ સિલેક્ટર અજિત અગરકર શુભમનને વાઈસ કેપ્ટન બનાવવા માગતા હતાં

મુંબઇઃ ભારતમાં ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ છ ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રિદિવસીય વનડે સીરિઝ અને 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને દુબઈમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે. જેમાં ઘણા ઉમદા ખેલાડીઓની પસંદગી ન થતાં ચાહકો નારાજ પણ થયા છે. ઉલ્લેખનીય છે, આ સીરિઝ માટે ખેલાડીઓની પસંદગી કરવા યોજાયેલી બીસીસીઆઈની સિલેક્શન ટીમે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ પર લગભગ અઢી કલાક સુધી ચર્ચાઓ કરી હતી.
મુંબઈમાં બીસીસીઆઈની હેડ ઓફિસે યોજાયેલી બેઠક અંગે એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, હેડ કોચ ગૌતમ ગંભીર હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવા માગતાં હતા. જ્યારે કેપ્ટન રોહિત અને ચીફ સિલેક્ટર અજિત અગરકર શુભમનને વાઈસ કેપ્ટન બનાવવા માગતા હતાં. બંને વચ્ચે આ મુદ્દે વાદ-વિવાદ પણ થયો હતો. વધુમાં હેડ કોચ ટી20માં ત્રણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારા ક્રિકેટર સંજૂ સેમસનની વિકેટકીપર તરીકે પસંદગી કરવા માગતા હતાં, જ્યારે સિલેક્શન ટીમે ઋષભ પંત પર વિશ્વાસ મૂક્યો હતો. તેઓએ કે.એલ. રાહુલને પણ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કર્યો છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
