<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ગોલ્‍ડન બોય નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયો

હિમાની સાથે લગ્ન કર્યા, તસ્‍વીરો સોશિયલ મીડિયામાં શેર કરી

નવી દિલ્‍હીઃ ઓલિમ્‍પિક ચેમ્‍પિયન સુપરસ્‍ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના ચાહકોને એક અદ્ભુત અને આヘર્યજનક ભેટ આપી છે. જૈવલિન થ્રો સ્‍ટાર નીરજ ચોપરાએ પોતાના જીવનમાં એક નવો અધ્‍યાય શરૂ કર્યો છે. હા, નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેના જીવનની એક નવી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. નીરજની પત્‍નીનું નામ હિમાની છે. નીરજે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પોતાના લગ્નના ૩ ફોટા શેર કરીને પોતાના ચાહકોને આ વાતની જાણકારી આપી.  નીરજે ઈન્‍સ્‍ટાગ્રામ પર લખ્‍યું કે, જીવનના નવા અધ્‍યાયની શરૂઆત પોતાના પરિવારની સાથે કરી. અમને આ ક્ષણ સુધી એકસાથે લાવવા બદલ દરેક આશીર્વાદ માટે આભારી. પ્રેમથી બંધાયેલા, હંમેશા માટે ખુશ

(12:04 PM IST)