<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ગૌતમ ગંભીર હાર્દિક પંડયાને વાઇસ કેપ્‍ટન અને સંજુ સેમસનની વિકેટકીપર તરીકે પસંદગી કરવા માંગતા હતા

બીસીસીઆઇની સિલેકશન ટીમની અઢી કલાક સુધી ચર્ચાઓ : વિવાદ સજાર્યો?

મુંબઇઃ ભારતમાં ટીમ ઈંગ્‍લેન્‍ડ વિરૂદ્ધ છ ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રિદિવસીય વનડે સીરિઝ અને ૧૯ ફેબ્રુઆરીથી પાકિસ્‍તાન અને દુબઈમાં રમાનારી ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે ભારતીય ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે.  આ સીરિઝ માટે ખેલાડીઓની પસંદગી કરવા યોજાયેલી બીસીસીઆઈની સિલેક્‍શન ટીમે હાર્દિક પંડ્‍યા અને શુભમન ગિલ પર લગભગ અઢી કલાક સુધી ચર્ચાઓ કરી હતી.

મુંબઈમાં બીસીસીઆઈની હેડ ઓફિસે યોજાયેલી બેઠક અંગે એક અધિકારીએ મીડિયાને જણાવ્‍યું હતું કે, હેડ કોચ ગૌતમ ગંભીર હાર્દિક પંડ્‍યાને વાઈસ કેપ્‍ટન બનાવવા માગતાં હતા. જ્‍યારે કેપ્‍ટન રોહિત અને ચીફ સિલેક્‍ટર અજિત અગરકર શુભમનને વાઈસ કેપ્‍ટન બનાવવા માગતા હતાં. બંને વચ્‍ચે આ મુદ્દે વાદ-વિવાદ પણ થયો હતો. વધુમાં હેડ કોચ ટી૨૦માં ત્રણ આંતરરાષ્‍ટ્રીય સદી ફટકારનારા ક્રિકેટર સંજૂ સેમસનની વિકેટકીપર તરીકે પસંદગી કરવા માગતા હતાં, જ્‍યારે સિલેક્‍શન ટીમે ઋષભ પંત પર વિશ્વાસ મૂકયો હતો. તેઓએ કે.એલ. રાહુલને પણ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કર્યો છે

(12:45 PM IST)