News of Monday, 20th January 2025
બુધવારથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝ :જાણો સંપૂર્ણ શેડ્યૂલ, સ્કવોર્ડ અને લાઇવ સ્ટ્રીમિંગ સહિતની વિગત
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા અને નીતિશ રેડ્ડી કમાલ દેખાડશે

ભારતીય ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે 22 જાન્યુઆરીથી 5 મેચની T20 સિરીઝની શરૂઆત થઈ રહી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા અને નીતિશ રેડ્ડી સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ આ ટીમનો ભાગ છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ જોસ બટલરના હાથમાં છે. આ આર્ટિકલમાં જાણો સંપૂર્ણ શેડ્યૂલ, સ્કવોર્ડ અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ.
ભારત અને ઇંગ્લેન્ડ T20 સિરીઝ શેડ્યૂલ
તારીખમેચસમયસ્થળ22 જાન્યુઆરી, બુધવારપ્રથમ ટી20Iસાંજે 07:00 વાગ્યેઈડન ગાર્ડન્સ, કોલકાતા25 જાન્યુઆરી, શનિવારબીજી ટી20Iસાંજે 07:00 વાગ્યેએમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ28 જાન્યુઆરી, મંગળવારત્રીજી ટી20Iસાંજે 07:00 વાગ્યેસૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, રાજકોટ31 જાન્યુઆરી, શુક્રવારચોથી ટી20Iસાંજે 07:00 વાગ્યેમહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે02 ફેબ્રુઆરી, રવિવારપાંચમી ટી20Iસાંજે 07:00 વાગ્યેવાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સિરીઝનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની + હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
ઈંગ્લેન્ડ સિરીઝ માટે ભારતની T20I ટીમ:સૂર્યકુમાર યાદવ (C), સંજુ સેમસન (WK), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ (WK), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (VC), રવિ બિશ્નોઈ , વરુણ ચક્રવર્તી , વોશિંગ્ટન સુંદર.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
