<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

કાલે ટીમ ઇન્‍ડિયા વિ.ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે પ્રથમ ટી-૨૦

કોલકતાના ઇડન ગાર્ડનમાં સાંજે ૭ વાગ્‍યાથી રમાશે જંગઃ હર્ષિત રાણા ડેબ્‍યુ કરશે?

 

નવી દિલ્‍હીઃ  ભારત અને ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચેની ટી ૨૦ સીરિઝ શરૂ થવામાં હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. બંને ટીમ વચ્‍ચે કોલકાતાના ઈડન ગાર્ડન્‍સમાં પહેલી ટી૨૦ મેચ રમાશે. આ મેચમાં આઇપઇએલ  સ્‍ટાર હર્ષિત રાણાને ટી ૨૦ ઈન્‍ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્‍યૂ કરવાની તક મળી શકે છે.કાલે સાંજે ૭ વાગ્‍યાથી મુકાબલો શરૂ થશે.

હર્ષિત આઇપીએલ ૨૦૨૪ માં તેની શાનદાર બોલિંગ બાદ ચર્ચામાં આવ્‍યો હતો, ત્‍યારબાદ તેને ટૂંક સમયમાં જ નેશનલ ટીમમાં એન્‍ટ્રી મળી ગઈ હતી. આ યુવા ફાસ્‍ટ બોલરે ગત સિઝનમાં શ્રેયસ અય્‍યરની કેપ્‍ટનશીપમાં ઈન્‍ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ પણ જીત્‍યો હતો, જ્‍યાં કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને દસ વર્ષ પછી ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ડેબ્‍યૂ પર્થમાં રમાયેલી બોર્ડર ગાવસ્‍કર ટ્રોફીની પ્રથમ મેચમાં થયું હતું. ભારતે આ મેચમાં જીત હાંસલ કરી હતી. અત્‍યાર સુધી તે દેશ માટે બે ટેસ્‍ટ રમી ચૂકયો છે અને હવે તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં રમવા માટે પણ તૈયાર છે.

ભારતની સંભવિત પ્‍લેઈંગ ઈલેવન - સૂર્યકુમાર યાદવ (કેપ્‍ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્‍યા, રિંકુ સિંહ, હર્ષિત પટેલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્‍મદ શમી, વરુણ ચક્રવર્તી

(3:49 PM IST)