<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

સાચો પ્રેમ દુર્લભ છે, હાય, મારૂ નામ ‘દુર્લભ'

પત્‍નિ ધનશ્રી સાથે છુટાછેડાના સમાચાર વચ્‍ચે યુઝવેન્‍દ્ર ચહલે ઇન્‍સ્‍ટાગ્રામમાં મુકેલી પોસ્‍ટ વાયરલ

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્‍ટાર સ્‍પિનર   યુઝવેન્‍દ્ર ચહલ આ દિવસોમાં તેમના છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્‍સને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ચહલ અને તેની પત્‍ની ધનશ્રી વર્મા વચ્‍ચે બધુ બરાબર નથી અને બંને જલ્‍દી છૂટાછેડા લેવાનો નિર્ણય લઈ શકે છે. આ સમાચારો વચ્‍ચે ભારતીય સ્‍પિનરે પોતાની નવી પોસ્‍ટથી સનસનાટી મચાવી દીધી છે. ચહલે નવી પોસ્‍ટમાં સાચા પ્રેમની વાત કરી અને છૂટાછેડાના સમાચારને વધુ બળ આપ્‍યું.

યુઝવેન્‍દ્ર ચહલે પોતાની પત્‍ની ધનશ્રી સાથેની તમામ તસવીરો ઈન્‍સ્‍ટાગ્રામ પરથી હટાવી દીધી છે. જોકે છૂટાછેડાને લઈને બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્‍યું નથી. પરંતુ, બંને સોશિયલ મીડિયા દ્વારા પરોક્ષ રીતે એકબીજાને નિશાન બનાવતા જોવા મળે છે. ચહલની આ પોસ્‍ટ ક્‍યાંકને ક્‍યાંક છૂટાછેડાના સમાચારને સમર્થન આપી રહી છે. જો કે હજુ સત્તાવાર માહિતી આવી નથી.

ચહલે ઇન્‍સટાગ્રામ પોસ્‍ટમાં કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોને કેપ્‍શન આપતા તેણે સાચા પ્રેમ વિશે વાત કરી. ચહલે લખ્‍યું, સાચો પ્રેમ દુર્લભ છે. હાય, મારું નામ ‘દુર્લભ' છે. આરજે મહવિશે પણ ચહલની પોસ્‍ટ પર કોમેન્‍ટ કરી હતી. છૂટાછેડાના સમાચાર વચ્‍ચે ચહલનું નામ આરજે મહેશ સાથે પણ જોડાયું હતું. જોકે, આરજે તરફથી સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું હતું કે તમામ સમાચાર પાયાવિહોણા છે. આરજે મહેશની કમેન્‍ટ વિશે વાત કરતાં તેણે ચહલની પોસ્‍ટ પર લખેલા કેપ્‍શનને ફની ગણાવ્‍યો હતો.

(2:40 PM IST)