News of Wednesday, 22nd January 2025
ટી-ર૦માં ૩૦૦ રન બનાવશું: સુર્યાનો હુંકાર
અમારી ટીમ સૌપ્રથમ આ જુમલા સુધી પહોંચશે

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-૨૦ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટો દાવો કરતા કહ્યું કે ટીમ ઈન્ડિયા ટી-૨૦ માં૩૦૦ રન બનાવી શકે છે. સૂર્યાએ કહ્યું કે અમારી ટીમ ૨૯૭ રન સુધી પહોંચી ગઈ છે, તેથી ૩૦૦ રન વધુ દૂર નથી. સૂર્યાને આગળ પૂછવામાં આવ્યું કે કઈ ટીમ આ આંકડાને પહેલા સ્પર્શ કરી શકે છે, જેના પર તેણે કહ્યું કે માત્ર ભારત જ તેને પ્રથમ સ્પર્શ કરશે. સૂર્યકુમાર યાદવની વાત અમુક હદ સુધી સાચી લાગે છે કારણ કે ટીમ ઈન્ડિયાએ છેલ્લી ટી-૨૦ સિરીઝમાં એવા કમાલ કર્યા છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામેની ત્રીજી ટી-૨૦ મેચમાં ૨૯૭ રન બનાવ્યા હતા. આ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી જેમાં સંજુ સેમસને ૪૭ બોલમાં ૧૧૧ રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે પણ ૩૫ બોલમાં ૭૫ રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં કુલ ૨૨ સિક્સર ફટકારી હતી. જયારે જોહાનિસબર્ગ ટી-૨૦ માં ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૨૮૩ રન બનાવ્યા હતા. સંજુ સેમસન અને તિલક વર્માએ શાનદાર સદી ફટકારી હતી. તે મેચમાં તિલક વર્માએ ૪૭ બોલમાં અણનમ ૧૨૦ રન બનાવ્યા હતા.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
