તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
અર્શદીપ સિંહે રચ્યો ઇતિહાસ:કોલકાતામાં કરિશ્મા સર્જ્યો:યુજવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડ્યો
અર્શદીપ ટી-20માં 97 વિકેટ સાથે ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો છે. તે T-20Iમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે આ મામલે યુજવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો છે.
ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી તેણે પોતાની બીજી ઓવરમાં બેન ડકેટને નિશાન બનાવ્યો. આ સાથે તે T-20 ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો. તેણે સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો છે, જેણે તેની T20 કારકિર્દીમાં 96 વિકેટ લીધી છે. પરંતુ હવે અર્શદીપ ટી-20માં 97 વિકેટ સાથે ભારતનો સૌથી સફળ બોલર બની ગયો છે. અર્શદીપ સિંહે માત્ર 61 મેચમાં આ સિદ્ધિ મેળવી છે, જ્યારે ચહલને 96 વિકેટ લેવા માટે 80 મેચોની મદદ લેવી પડી હતી.
ભારત માટે T-20Iમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભુવનેશ્વર કુમાર ત્રીજા સ્થાને છે, જેણે 87 મેચમાં 90 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. તો જસપ્રીત બુમરાહ 89 વિકેટ સાથે ચોથા સ્થાને છે. જસ્સીએ 70 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે હાર્દિક પંડ્યા પાંચમા નંબર પર છે. તેણે 110 T-20 મેચમાં 89 વિકેટ લીધી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન ડકેટ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટોન, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
