<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

તિલક વર્માએ રચ્યો ઇતિહાસઃ ૪ ઇનીંગમાં સૌથી વધુ રન બનાવી રહ્યો નોટઆઉટ

કોહલીએ ૩૧૮, સંજુ સેમસને રપ૭, રોહિતે રપ૩ અને શિખર ધવને રપર રન સતત ૪ ઇનીંગમાં બનાવ્‍યા છે

 ચેન્નઈ,: ઇંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં તિલક વર્માએ અણનમ 72 રનની ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. ભારતમાં તિલકની આ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય અડધી સદી છે. અત્યાર સુધી તેની કારકિર્દીમાં, તિલક T20 આંતરરાષ્ટ્રીયમાં ત્રણ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

જ્યાં એક તરફ તિલક વર્મા T20 ઈન્ટરનેશનલમાં આઉટ થયા વિના બે મેચમાં 300થી વધુ રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો છે, તો બીજી તરફ ભારતીય બેટ્સમેને કોહલીનો મોટો રેકોર્ડ તોડીને વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે. તિલક વર્મા આઉટ થયા વિના સતત તિલક અત્યાર સુધી 4 ઇનિંગ્સમાં આઉટ થયા વિના કુલ 318 રન બનાવવામાં સફળ રહ્યો છે. તિલક પહેલા વિરાટ કોહલી (258), સંજુ સેમસન (257), રોહિત શર્મા (253) અને શિખર ધવને (252) સતત ચાર ઇનિંગ્સમાં આઉટ થયા વિના રન બનાવ્યા હતા.

(11:55 AM IST)