News of Tuesday, 28th January 2025
ર૧ માર્ચથી આઇપીએલનો પ્રારંભઃ ઇમ્પેકટ પ્લેયરનો નિયમ આ વર્ષે પણ લાગુ રહેશે
ટુંક સમયમાં આખુ શેડયુલ આવી જશેઃ ચેરમેન અરૂણ ધુમલ

નવી દિલ્હીઃ આઈપીએલ ૨૦૨૫ની શરુઆત ૨૧ માર્ચથી થશે. ઈંડિયન પ્રીમિયર લીગના ચેરમેન અરુણ ધૂમલે આઈપીએલ ૨૦૨૫ શરુ થવાની તારીખની જાહેર કરતાં કહ્યું કે, આ સીઝન માટે નિયમોમાં કંઈ વધારે બદલાવ કર્યો નથી. પહેલાની માફક જ ઈમ્પૈક્ટ પ્યેલર લાગૂ રહેશે. અરુણ ધૂમલે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં સંસદ ખેલ મહાકુંભની ત્રીજી સીઝનની શરુઆત દરમ્યાન પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આઈપીએલની આ સીઝનમાં કોઈ નવું ઈનોવેશન નથી. તેમ છતાં આ સીઝન પાછલી સીઝનની ક્યાંય વધારે સારી હશે. થોડા દિવસોમાં આઈપીએલ ૨૦૨૫નું શિડ્યૂલ જાહેર કરવામાં આવશે. આ દરમ્યાન નિયમોમાં કોઈ વધારે ફેરફાર જોવા મળશે નહીં.
આઈપીએલ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ ક્રિકેટ લીગ છે. જયાં દુનિયાભરના ખેલાડી આવીને રમે છે. આ ટૂર્નામેન્ટ ખૂબ જ પ્રતિસ્પર્ધી ભાવના સાથે આયોજીત કરવામાં આવે છે. નિશ્ચિતપણે આ પહેલાથી વધારે સારુ હશે. તેમણે એવું પણ કહ્યું કે આવનારા વર્ષમાં ધર્મશાળા અને દ્યરેલૂ મેચ પણ હશે અને આ વખતે લગભગ ત્રણ આઈપીએલ મેચ પણ થશે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
