<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

આજના મેચમાં શિવમ દુબે અને રમનદીપસિંહને ટીમમાં સ્‍થાન મળશે ?

નિતિશ અને રિંકુ ઇન્‍જર્ડ

રાજકોટઃ આજે રમાનારી મેચમાં ટીમ ઈન્‍ડિયાના પ્‍લેઈંગ-૧૧માં મોટા ફેરફાર થવાની શક્‍યતા છે. આ મેચમાં ઓલરાઉન્‍ડર શિવમ દુબે અને રમનદીપ સિંહ રમી શકે છે. શિવમને નીતિશ કુમાર રેડ્ડીના સ્‍થાને ટીમમાં સામેલ કરાશે. નીતિશને સ્‍નાયુ ખેંચાઈ જતાં આરામ આપવામાં આવ્‍યો છે. જયારે રિંકુ સિંહને પણ ઈજા થતાં તેના સ્‍થાને રમનદીપને લેવામાં આવી શકે છે. રિંકુને પીઠના નીચલા હિસ્‍સામાં ઈજા થઈ હતી.

જો શિવમ દુબે અને રમનદીપ સિંહ બંનેને પ્‍લેઈંગ-૧૧માં સામેલ કરવામાં આવે તો ધ્રુવ જુરેલ અને લેગ સ્‍પિનર રવિ બિશ્નોઈ ટીમમાંથી બહાર થઈ શકે છે. બિશ્નોઈએ આ સીરિઝમાં અત્‍યારસુધી એક પણ વિકેટ લીધી નથી. જયારે જુરેલ ચેન્નઈ ટી૨૦માં ખાસ પર્ફોર્મ કરી શક્‍યો નહીં, તે માત્ર ચાર રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો.

આ મેચમાં સૌની નજર કેપ્‍ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે. તે આ સીરિઝમાં કોઈ ખાસ રમી શક્‍યો નથી. સંજૂ સેમસનની શોર્ટ બોલ આ વખતે નબળી સાબિત થઈ છે.

ટીમ ઈન્‍ડિયાની સંભવિત પ્‍લેઈંગ ઈલેવનઃ સંજૂ સેમસન (વિકેટ કિપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્‍ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્‍યા, શિવમ દુબે, રમનદીપ સિંહ, વોશિંગ્‍ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરૂણ ચક્રવર્તી.

ઈંગ્‍લેન્‍ડ ટીમની પ્‍લેઈંગ ઈલેવનઃ બેન ડકેટ, ફિલ સોલ્‍ટ (વિકેટ કિપર), જોસ બટલર (કેપ્‍ટન), હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્‍ટોન, જેમી સ્‍મિથ, જેમી ઓવરટોન, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ.

(2:51 PM IST)