News of Tuesday, 28th January 2025
રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ભારતને જીતવા 172 રનનો ટાર્ગેટ વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ અને હાર્દિક પંડયા બે વિકેટ ઝડપી
ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા

મુંબઈ :ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેન ડકેટે સૌથી વધુ 51 અને લિવિંગસ્ટને 43 રન કર્યા હતા. ભારતના વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 5 વિકેટ, જ્યારે હાર્દિક પંડયા બે વિકેટ લીધી હતી.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
