<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ઈંગ્લેન્ડ સામે ટીમ ઇંડિયાને જીતવા 172 રનનો ટાર્ગેટ :ભારતની શરૂઆત ખરાબ :5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી

3.4 ઓવરમાં બંને ઓપનર આઉટ :સંજુ સેમસન 3 રન બનાવીને જ્યારે અભિષેક શર્મા 24 રન બનાવીને આઉટ:સુર્યકુમાર 7 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

 ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેન ડકેટે સૌથી વધુ 51 અને લિવિંગસ્ટને 43 રન કર્યા હતા. ભારતના વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 5 વિકેટ, જ્યારે હાર્દિક પંડયા બે વિકેટ લીધી હતી.

કેપ્ટન સૂર્યકુમારનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. તે 7 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતનો સ્કોર 5.1 ઓવરમાં 48/3 છે.

હવે ભારતીય ટીમને જીતવા માટે 89 બોલમાં 124 રનની જરૂર છે.

વોશિંગ્ટન સુંદર ભારત માટે સતત 11 T20I ઇનિંગ્સ પછી વિકેટ વિનાનો રહ્યો. તેણે આ મેચમાં 1 ઓવરમાં 15 રન ખર્ચ્યા હતા.

ભારતે તેના બંને ઓપનર 3.4 ઓવરમાં ગુમાવી દીધા હતા. સંજુ સેમસન 3 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે અભિષેક શર્મા 24 રન બનાવીને આઉટ થયો હતો. ભારતનો સ્કોર 3.4 ઓવરમાં 31/2 છે. ટીમની જવાબદારી હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા પર છે. તિલક ઉત્તમ સ્વરૂપમાં છે. તે બીજી મેચનો સૌથી સફળ બેટ્સમેન હતો. આ ડાબા હાથના બેટ્સમેને 72 રનની અણનમ ઈનિંગ રમીને ભારતને જીત અપાવી હતી.

(9:47 PM IST)