News of Tuesday, 4th February 2025
કોહલી રચશે ઈતિહાસ: ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝમાં તેંડુલકરનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે
આગામી 6 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ શરૂ

મુંબઈ : આગામી 6 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝ બાદ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત થશે. આ સિરીઝ આ ટૂર્નામેન્ટની તૈયારી માટે છેલ્લી તક છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા જસપ્રીત બુમરાહ સિવાય તેની સંપૂર્ણ સ્ટ્રેન્થ સાથે રમવાની ઉતરવાની છે.
આ સિરીઝમાં તમામની નજર વિરાટ કોહલી (Virat Kohli) પર રહેવાની છે. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલો વિરાટ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લય મેળવવાનો પ્રયાસ કરશે. ત્યારે આ સિરીઝ દરમિયાન વિરાટ કોહલી વનડેમાં સૌથી ફાસ્ટેસ્ટ 14000 રન બનાવવાનો રેકોર્ડ બનાવી શકે છે. અગાઉનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. જેમને 2006માં 350મી વનડે ઈનિંગ દરમિયાન આ ઉપલબ્ધિ મેળવી હતી.
વિરાટ કોહલીના વનડે કરિયરની વાત કરીએ તો, કોહલીએ 283 વનડે ઇનિંગ્સમાં 58.18 ની એવરેજ અને 93.54 ના સ્ટ્રાઇક રેટથી 13906 રન બનાવ્યા છે, જેમાં 50 સેન્ચુરી અને 72 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. એટલે કે કોહલી સચિનનો આ મોટો રેકોર્ડ તોડવાથી 94 રન દૂર છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
