<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને રચ્યો ઈતિહાસ: ટી20 ક્રિકેટનો નંબર 1 બોલર બની ગયો : તોડ્યો ડ્વેન બ્રાવોનો રેકોર્ડ

-- રાશિદના નામે 161 ટી20 ઈન્ટરનેશનલ વિકેટ જ્યારે ડોમેસ્ટિક અને ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં 472 વિકેટ

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ટી20 ક્રિકેટમાં મોટો ઈતિહાસ રચી દીધો છે. તે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ સાથે જ રાશિદે વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડી દીધો છે. જે ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

હાલ રાશિદ ખાન એસએટી20 લીગમાં એમઆઈ કેપટાઉનની કેપ્ટનશીપ કરી રહ્યા છે. તેના નેતૃત્વમાં ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં પાર્લ્સ રોયલ્સને 39 રનોથી માત આપી હતી. આ મેચમાં રાશિદ ખાને 33 રન આપીને બે વિકેટ લીધી હતી. રાશિદના નામે 161 ટી20 ઈન્ટરનેશનલ વિકેટ જ્યારે ડોમેસ્ટિક અને ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં 472 વિકેટ લીધી છે. રાશિદ ખાન તેના ફ્રેન્ચાઈઝ ક્રિકેટ કરિયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, એડિલેડ સ્ટ્રાઈકર્સ, સસેક્સ શાકર્સ અને ટ્રેન્ટ રોકેટ્સ સાથે રમી ચૂક્યો છે.

રાશિદ ખાન આ મોટી ઉપલબ્ધિ 461મી મેચમાં મેળવી છે. જ્યારે ડ્વેન બ્રાવોએ 582 મેચમાં 631 વિકેટ લીધી છે. જ્યારે ત્રીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર સ્પિનર સુનીલ નરેને 574 વિકેટ ઝડપી છે.

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ

રાશિદ ખાન - 632 વિકેટ

ડ્વેન બ્રાવો - 631

સુનીલ નારાયણ - 574 વિકેટ

ઇમરાન તાહિર - 531 વિકેટ

શાકિબ અલ હસન - 492 વિકેટ

આન્દ્રે રસેલ - 466 વિકેટ

(11:46 AM IST)