<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ભારત-ઈંગ્લેન્ડ વનડે મેચ પહેલા સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ :અનેક લોકો ઘાયલ : કેટલાક બેહોશ થયા

હજારો લોકોની ભીડ ઉમટી પડતાં ટિકિટ કાઉન્ટર પર અરાજકતાનો માહોલ સર્જાયો: લોકોએ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો

ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં 9 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ODI મેચ રમાવાની છે. તેની ટિકિટ ખરીદવા માટે આજે (બુધવારે) હજારો લોકો સ્ટેડિયમ પરિસરમાં એકઠા થયા હતા. જેના કારણે સ્થળ પર નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. લોકોએ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

   ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમમાં ODI શ્રેણી અંતર્ગત બીજી વનડે મેચ રમાશે. પરંતુ તે પહેલા આજે હજારો લોકોની ભીડ ઉમટી પડતાં ટિકિટ કાઉન્ટર પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો

મળતી માહિતી મુજબ ભીડ એટલી વધી ગઈ હતી કે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકો બેભાન પણ થઈ ગયા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ટીકીટ ખરીદવા આવેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે વહીવટીતંત્રની બેદરકારીના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે.  .

(1:50 PM IST)