તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
શું અભિષેક શર્મા લૈલા ફેસલ સાથે ડેટ કરી રહયો છે ?
લૈલાએ ઇન્સ્ટાગ્રામમાં અભિષેકના ખૂબ વખાણ કર્યા

નવી દિલ્હીઃ ક્રિકેટ અને ગ્લેમરનો સંબંધ ખૂબ જૂનો છે. પહેલા ભારતીય ખેલાડીઓના નામ બોલીવુડ એકટ્રેસ સાથે જોડાતા હતા. પરંતુ હવે બદલાતાસમય સાથે સુપર મોડલ્સ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્રલુએન્સર્સ પણ આ યાદીમાં સામેલ થવા લાગી છે. લેટેસ્ટ ગોસિપમાં આક્રમક બેટસમેન અભિષેક શર્મા ટોપ પર છે. રિપોર્ટસ અનુસાર અભિષેક શર્મા લૈલા ફેસલને ડેટ કરી રહ્યો છે. આ ગોસિપ તે સમયે ફેલાય જયારે લૈલાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અભિષેકનો ઉલ્લેખ કર્યો ઓપનર અભિષેકે માત્ર પ૪ બોલમાં ૧૩પ રનની તોફાની ઇનિંગ રમી હતી. આ મેચ વિનિંગ સેન્ચુરી પછી લૈલા ફેસલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અભિષેકના ખૂબ વખાણ કર્યા હતા. લૈલા ફેસલ એક ફેશન આંત્રપ્રેન્યોર છે. લૈલાની પોતાની કંપની છે. જેનું નામ રહી ફેસલ ડિઝાઇન્સ છે. લૈલા પોતે પણ કોઇ ફેશન મોડલને ટકકર મારે એવી સુંદર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણાં ફલોઅર્સ છે. તેણે પોતે આ બ્રાન્ડ બનાવી છે. અભિષેકને હંમેશા નવી દિલ્હીમાં કોઇને કોઇ ઇવેન્ટસમાં લૈલા ફેસલ સાથે સ્પોર્ટ કરાયો છે. લૈલા પહેલા અભિષેકનું નામ ઇન્ટરનેટ સેસેન્શન દિયા મહેતા સાથે જોડાયું હતું બંનેના ડેટિંગની પણ અફવાઓ હતી
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
