<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

વર્લ્ડ કપ માટેની પાકિસ્તાનની તૈયારીઓ સામે પ્રશ્નાર્થ: ફલડ લાઇટ કામ કરતી ન હોય ન્યૂઝીલેન્ડનો સ્ટાર ઓપનર બેટ્સમેન ગંભીર ઘવાયો: લોહીલોહાણ

ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી જેમાં કિવી ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન રચિન રવિન્દ્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને મેદાન ઉપર કણસ્તો નજરે પડેલ. બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે, રચિનના ચહેરા પર વાગ્યો અને તે તરત જ જમીન પર પડી ગયો. તેના ચહેરા પરથી લોહી વહેતું જોઈને, ફિઝિયો ટીમ તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ ગયેલ. 

ફ્લડ લાઇટ કામ ન કરતી હોવાથી, કેચને યોગ્ય રીતે તે જજ કરી શક્યો નહીં અને બોલ તેના કપાળ પર વાગતાની સાથે જ લોહી વહેવા લાગ્યું. આ ઘટનાનો આખો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યારથી ફ્લડ લાઇટ કામ કરતી નથી એટલે આગામી વર્લ્ડ કપ માટેની પાકિસ્તાનની તૈયારીઓ સામે પ્રશ્નો સર્જાઇ રહ્યા છે.

પાકિસ્તાન સાથેની ટ્રાઈ સિરીઝનો આ પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ ૭૮ રનથી જીતી ગયેલ.

(12:12 PM IST)