<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

માત્ર ચેમ્‍પીયન્‍સ ટ્રોફી જીતવાની નથી, આપણા કટ્ટર હરીફ ભારતને પણ હરાવવાનું છે

પાકિસ્‍તાનના વડાપ્રધાન મોહમ્‍મદ રિઝવાને બડાયો કાઢયો

મુંબઇઃ શરીફે કહ્યું કે મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમનો ઉદ્દેશ્ય ફક્ત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો જ નથી પણ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ભારતને હરાવવાનો પણ છે. અમારી ટીમ ખૂબ સારી છે અને તાજેતરના સમયમાં સારું પ્રદર્શન કર્યું છે. પણ દુબઈમાં આગામી મેચમાં આપણા કટ્ટર હરીફ ભારતને હરાવવાનો પણ છે. આખો દેશ તેમની પાછળ ઉભો છે. પાકિસ્તાન માટે 29 વર્ષ પછી ICC ઇવેન્ટનું આયોજન કરવાની આ એક સારી તક હશે. પાકિસ્તાને અગાઉ ૧૯૯૬માં ભારત અને શ્રીલંકા સાથે મળીને વનડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. મને વિશ્વાસ છે કે અમારી ટીમ આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં દેશને ગૌરવ અપાવવાનું ચાલુ રાખશે.

ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાનમાં જઈને ચેમ્પિયન્સ ટ્રોફી રમવાનો ઈન્કાર કર્યો હોવાથી તેની બધી મેચ દુબઈમાં થશે અને 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો થશે.

મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઈદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરિસ રૌફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.

(1:03 PM IST)