<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

વિરાટ આજના મેચમાં સદી ફટકારશે તો તે સચિન અને સંગાકારા બાદ વન-ડે ઇતિહાસમાં આ સિધ્‍ધિ મેળવનાર ત્રીજો બેટમેન બની જશે

નવી દિલ્‍હીઃ વન-ડે વિરાટ કોહલી હવે ODI ક્રિકેટમાં 14,000 રન બનાવવાથી ૯૪ રન દૂર છે. જો તે ઈંગ્લેન્ડ સામેની બીજી મેચમાં 94 રન બનાવી લે છે, તો તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા પછી વનડે ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર ત્રીજો બેટ્સમેન બનશે.

આ સિવાય વિરાટ કોહલી પાસે બીજો એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. સચિન તેંડુલકરના નામે ઈંગ્લેન્ડ સામે તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. કોહલીના નામે 3979 રન છે અને તેને તેંડુલકરના 3990 રનના રેકોર્ડને તોડવા માટે 12 રનની જરૂર છે.

જો કોહલી કટકમાં સદી ફટકારે છે, તો તે ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારવાના સચિનના રેકોર્ડની પણ બરાબરી કરશે. સચિન 9 સદી સાથે આ લિસ્ટમાં ટોપ પર છે, જ્યારે કોહલી 8 સદી સાથે બીજા ક્રમે છે. વધુમાં, જો કોહલી 50 રન બનાવે છે, તો તે ઈંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે તેંડુલકરને પણ પાછળ છોડી દેશે.

(3:19 PM IST)