<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

ઇંગ્લેન્ડની ટીમ 304 રનમાં સમેટાઈ : એક બોલ બાકી રહેતા ટીમ ઓલઆઉટ :રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી

3 મેચની વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા હાલ 1-0થી આગળ : શું મેચમાં જીત મેળવવાની સાથે ટીમ ઈન્ડિયા સિરીઝ પર પણ કબ્જો કરશે ?

કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રમાવાની છે. 3 મેચની વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા હાલ 1-0થી આગળ છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 1-0થી જીત મેળવી હતી. આ મેચમાં જીત મેળવવાની સાથે ટીમ ઈન્ડિયા સિરીઝ પર પણ કબ્જો કરશે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થઈ.

આ મેચમાં ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ 304 રનમાં જ સમેટાઈ ગઈ હતી. 50મી ઓવરનો એક બોલ બાકી રહેતા ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડની 8મી વિકેટ 49મી ઓવરમાં પડી હતી. આદિલ રાશિદ રન આઉટ થયો હતો. તેણે 5 બોલમાં 3 ફોરની મદદથી 14 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડને સાતમો આંચકો લાગ્યો છે. શમીએ તેને 48મી ઓવરના પહેલા બોલ પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

 ઇંગ્લેન્ડનો સ્કોર 45 ઓવર બાદ 6 વિકેટના નુકશાન પર 258 રન, રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી

હર્ષિતા રાણાએ આપ્યો ઇંગ્લેન્ડને ત્રીજો ઝટકો, હેરી બ્રુક 31 રન બનાવીને આઉટ

 

ઇંગ્લેન્ડની ઝડપથી રન બનાવવાની ગતિ પર સ્પિનરોએ બ્રેક લગાવી, 25 ઓવર બાદ ટીમનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 138 રન થયો હતો

 

 

(5:46 PM IST)