<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

અંતે રોહિત ખીલ્‍યો... તોફાની સદી ફટકારી ઇંગ્‍લીશ બોલરોને ધૂળ ચાટતા કરી દીધાઃ ભારત સિરીઝ જીત્‍યું

૩૦૪ રનનો ટાર્ગેટ ભારતે ૪૪ ઓવરમાં પાર કર્યોઃ હવે અમદાવાદમાં બુધવારે સિરીઝનો છેલ્લો મેચ

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમ અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે ૩ મેચની વનડે સિરીઝની બીજી મેચ રવિવારે કટકમાં રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્‍ટનશિપવાળી ટીમે ૪ વિકેટે જીત નોંધાવી છે. તેની સાથે જ સિરીઝ પર પણ ૨-૦થી કબજો કર્યો છે. હવે ત્રીજી મેચ ૧૨ ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

રોહિત શર્માની કેપ્‍ટનશિપમાં ભારતીય ટીમે ધડાધડ બોલાવી હતી. જીતનો હીરો રોહિત શર્મા રહ્યા હતો. હિટમેન રોહિતે તેમના તોફાની શોટ્‍સથી ઇંગ્‍લિશ બોલરોને ધૂળ ચટાવી અને શાનદાર સદી ફટકારી. શુભમન ગિલે પણ ૬૦ રનની શાનદાર ઇનિંગ રમી હતી. રોહિતને માટે પ્‍લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્‍યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્‍લિશ ટીમ ૪૯.૫ ઓવરમાં ૩૦૪ રન બનાવી શકી હતી. ઇંગ્‍લિશ ટીમની શરૂઆત શાનદાર રહી. ફિલ સોલ્‍ટ અને બેન ડકેટે ૧૦.૫ ઓવરમાં ૮૧ રનની પાર્ટનરશીપ કરી હતી. ડકેટે આ દરમિયાન ૩૬ બોલમાં ફિફ્‌ટી પૂરી કરી હતી. સોલ્‍ટે ૨૬ રન બનાવ્‍યાં હતા. જ્‍યારે ડકેટે ૧૦ ચોગ્‍ગાની મદદથી ૫૬ બોલમાં ૬૫ રન બનાવ્‍યાં હતા. જો રૂટ અને હેરી બ્રૂકે મળીને ત્રીજી વિકેટ માટે ૬૬ રનની પાર્ટનરશીપ કરી હતી. બ્રૂક ૩૧ રન બનાવી હર્ષિત રાણાનો શિકાર બન્‍યો હતો.

રોહિત શર્માએ શ્રેયસ અય્‍યર સાથે ૭૦ રનની ભાગીદારી દરમિયાન પોતાની સદી પૂરી કરી. આ તેમની ૩૨મી સદી  છે. રોહિતે આદિલ રશીદની બોલ પર છગ્‍ગો મારીને શતક પૂરું કર્યું. તેઓ ૧૧૯ રન બનાવી લિવિંગસ્‍ટનની બોલ પર આદિલ રશીદ દ્વારા કેચ આઉટ થયા. આઉટ થવા પહેલા હિટમેનએ ૯૦ બોલની પોતાની ઈનિંગમાં ૭ છગ્‍ગા અને ૧૨ ચોગ્‍ગા ફટકાર્યા.

કેપ્‍ટન રોહિત શર્મા ૨૨૦ના ટીમ સ્‍કોર પર આઉટ થયા ત્‍યારે ભારતની જીત નિヘતિ થઈ ગઈ હતી. તેઓ પેવેલિયન પરત ગયા ત્‍યારે ભારતને જીતવા માટે ૧૨૨ બોલમાં ૮૫ રનની જરૂર હતી અને ૭ વિકેટ બાકી હતી. શ્રેયસ અય્‍યર, અક્ષર પટેલ, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્‍યા અને રવિન્‍દ્ર જાડેજા જેવા ખેલાડીઓ સાથે આ લક્ષ્ય મુશ્‍કેલ નહોતું અને એવું જ થયું. હા, અય્‍યર ૪૪ રન બનાવી આઉટ થયા. કે.એલ. રાહુલ (૧૦) અને હાર્દિક પંડ્‍યા (૧૦) પણ જલ્‍દી આઉટ થઈ ગયા. અક્ષર પટેલ ૪૧ અને રવિન્‍દ્ર જાડેજા ૧૧ રન બનાવી નોટઆઉટ પરત આવ્‍યા.

(3:38 PM IST)