<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ગિલના સ્થાને જયસ્વાલ તો રાહુલની જગ્યાએ પંતને મળી શકે તક:જાણો કેવી હોઈ શકે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે મેચ બુધવારે અમદાવાદમાં રમાશે: ટીમ ઈન્ડિયાની સિરીઝમાં 2-0ની અજેય લીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ બુધવારના રોજ અમદાવાદમાં રમાવાની છે. આ સિરીઝની પ્રથમ બે મેચમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ત્યારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાની આ છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા પ્રમુખ ખેલાડીઓને આરામ આપીને બેન્ચ સ્ટ્રેન્થે અજમાવી શકે છે. જાણો ત્રીજી વનડે મેચમાં ભારતની પ્લેઈંગ-11 કેવી હોઈ શકે છે.

ઓપનિંગમાં રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે. શુભમન ગિલના સ્થાને યશસ્વી જયસ્વાલને ચાન્સ મળી શકે છે. ત્રીજા સ્થાને વિરાટ કોહલી અને ચોથા સ્થાને શ્રેયસ અય્યર બેટિંગ કરવા ઉતરશે. પાંચમા સ્થાને કેએલ રાહુલના સ્થાને ઋષભ પંતને તક આપવામાં આવી શકે છે. અક્ષર પટેલની જગ્યાએ ટીમ વોશિંગ્ટન સુંદર જ્યારે રવિન્દ્ર જાડેજાના સ્થાને કુલદીપ યાદવને તક મળી શકે છે. જ્યારે અર્શદીપ સિંહ પ્લેઇંગ 11માં હર્ષિત રાણાનું સ્થાન લઈ શકે છે. જ્યારે ટીમમાં અન્ય કોઈ બદલાવની સંભાવના નથી.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

(11:30 AM IST)