<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ભારત-ઇંગ્‍લેન્‍ડની ટીમ અમદાવાદમાં: કાલે મહા મુકાબલો

એરપોર્ટ પર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે બન્‍ને ટીમોનું આગમનઃ અક્ષર પટેલ અલગ કારમાં ગયો

અમદાવાદઃ આવતીકાલે ૧૨ ફેબ્રુઆરીએ અમદાવાદમાં ટીમ ઈન્‍ડિયા અને ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચે મેચ રમાવાની છે. ત્‍યારે ટીમ ઈન્‍ડિયા અને ઈંગ્‍લેન્‍ડની ક્રિકેટ ટીમ ગત રાત્રે અમદાવાદ પહોંચી ગઈ છે. ટીમના આગમનને લઈને એરપોર્ટ પર પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

એરપોર્ટ પરથી ઉતર્યા બાદ બંને ટીમો હોટલોમાં જવા રવાના થઈ હતી. જેમાં ટીમ ઈન્‍ડિયાને અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં રાખવામાં આવી છે. જ્‍યારે ઈંગ્‍લેન્‍ડની ટીમને હયાત હોટલમાં રાખવામાં આવી છે.

બંને ટીમના આગમનને લઈને એરપોર્ટ પર પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો.  ઉલ્લેખનીય છે કે ક્રિકેટ ચાહકો છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં આ મેચની રાહ જોઈ રહ્યા હતા. જેમાં લોકો તો ઓનલાઈન ટિકિટ લઈને બેઠા છે. મોટી સંખ્‍યામાં નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં આવશે અને બંને ટીમ વચ્‍ચેનો મુકાબલો તેઓ દર્શકો નિહાળશે.

અક્ષર પટેલ ટીમની સાથે બસમાં જવાના બદલે અલગથી કારમાં ગયો હતો. તો વિરાટ કોહલી ખુશમીજાજ જોવા મળતો હતો.

(3:44 PM IST)