તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 12th February 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર :જસપ્રીત બુમરાહ બહાર : યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન નહીં
બુમરાહના સ્થાને હર્ષિત રાણાની ટીમમાં પસંદગી: વરુણ ચક્રવર્તીને પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન

નવી દિલ્હી. ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. બુમરાહ કમરની તકલીફને કારણે આ ટુર્નામેન્ટમાં રમશે નહીં. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની ટેસ્ટમાં તેને આ ઈજા થઈ હતી.
બીસીસીઆઈએ મંગળવારે આ જાહેરાત કરી. પસંદગી સમિતિએ તેમના સ્થાને હર્ષિત રાણાની પસંદગી કરી છે. તે જ સમયે, પસંદગીકારોએ બીજો નિર્ણય લીધો છે. ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે અપડેટેડ ટીમની જાહેરાત કરી છે જેમાં આ બે ફેરફારો કરવામાં આવ્યા છે
. સિડની ટેસ્ટ મેચની વચ્ચે બુમરાહને હોસ્પિટલ જતો જોવા મળ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં બોલિંગ પણ નહોતી કરી. આ પછી, ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની પ્રથમ બે મેચમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી. એટલા માટે એવો ડર હતો કે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ શકે છે.
બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જસપ્રીત બુમરાહ કમરના નીચેના ભાગમાં દુખાવો થવાને કારણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2025માંથી બહાર થઈ ગયો છે. પુરુષ પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને હર્ષિત રાણાની ટીમમાં પસંદગી કરી છે. વરુણ ચક્રવર્તીને પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સ્પિનર યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે જે શરૂઆતની ટીમનો ભાગ હતો."
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
