તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારઃ બુમરાહ બહારઃ જયસ્વાલને ટીમમાં સ્થાન નહીં
હર્ષિત રાણાની ટીમમાં પસંદગીઃ વરૂણ ચક્રવર્તીને પણ ટીમમાં સ્થાનઃ જયસ્વાલ સિરાજ અને દુબે નોન-ટ્રેવેલીંગ સબસ્ટિયુટ તરીકે રહેશે

નવી દિલ્હીઃચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. બુમરાહ કમરની તકલીફને કારણે આ ટુર્નામેન્ટમાં રમશે નહીં. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની ટેસ્ટમાં તેને આ ઈજા થઈ હતી.
બીસીસીઆઈની પસંદગી સમિતિએ તેમના સ્થાને હર્ષિત રાણાની પસંદગી કરી છે. ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જોકે, યશસ્વીને નોન-ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ તરીકે રાખવામાં આવ્યો છે. તેમના ઉપરાંત, ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ નોન-ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ તરીકે રાખવામાં આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર),ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદર. નોન-ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટઃયશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
