તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની જર્સી સૌથી મોંધી
ભારતીય ટીમની જર્સી રૂા.૪પ૦૦ની તો પાકિસ્તાનની જર્સીની કિંમત રૂા.૩પ૦૦

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ દેશની ટીમો પોતપોતાની તૈયારીમાં લાગી ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનાર ટીમો પોતપોતાની જર્સી પણ લોન્ચ કરી રહી છે. આવો જાણીએ કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં કઈ ટીમની જર્સીની કિંમત કેટલી છે અને સૌથી મોંદ્યી અને સૌથી સસ્તી જર્સી કઈ ટીમની છે? દ્યણી ટીમોની જર્સી સત્તાવાર રીતે લોન્ચ થઈ ચૂકી છે.
ઇંગ્લેન્ડ સામે વનડે સિરીઝ માટે બીસીસીઆઈ તરફથી નવી જર્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. મહિલા ટીમની જર્સીને જય શાહે કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે લોન્ચ કરી નવી સિઝન માટે નવી જર્સી ખેલાડીઓને આપી દીધી છે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીની સત્તાવાર જર્સી લોન્ચ થઈ નથી. આઈસીસીની વેબસાઇટ પર ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સીની કિંમત રૂા.૪૫૦૦ છે. જયારે ટીમ ઇન્ડિયાની નવી વનડે જર્સીની કિંમત રૂા.૫૯૯૯ રૂપિયા છે.
ભારતની સરખામણીએ પાકિસ્તાનની જર્સીની કિંમત ખૂબ ઓછી છે. પીસીબી તરફથી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે જર્સી રિલીઝ કરવામાં આવી છે. પાકિસ્તાનની ટુર્નામેન્ટની જર્સીની કિંમત ૪૦ અમેરિકન ડોલર, આશરે ૩૫૦૦ ભારતીય રૂપિયા છે. પાકિસ્તાન ક્રિકેટના ઘટતા ગ્રાફની અસર તેની જર્સીની કિંમત પર પણ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાન તરફથી પણ ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી રિવીલ કરવામાં આવી છે. આઈસીસીની વેબસાઇટ પર અફદ્યાનિસ્તાનની જર્સીની કિંમત આશરે ૪૫૦૦ ભારતીય રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ અત્યાર સુધીમાં સતાવાર રીતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે જર્સી રિવીલ કરી નથી. જોકે, આઈસીસીની ગ્લોબલ વેબસાઈટ પર આ ટીમોની ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી ઉપસ્થિત છે. તમામ જર્સીની કિંમત આશરે રૂા.૪૫૦૦ રૂપિયા છે. ત્યારે તમામ ટીમો સત્તાવાર રીતે ક્યારે જર્સી રિવીલ કરે છે, તે જોવું રહ્યું. પરંતુ એક વાત તો નક્કી છે કે, ભારતીય જર્સીની કિંમત બાકી ટીમોથી વધુ હશે અને તેની ડિમાન્ડ પણ ફેન્સ વચ્ચે બાકી કરતા વધુ રહેશે. (૩પ.૧ર)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
