તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
શાનદાર જીતઃ ઇંગ્લેન્ડને ૧૩ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં કર્યુ કલીનસ્વીપઃ હવે ટીમ ઇન્ડિયાની નજર ચેમ્પિયન્સ ટ્રોફી

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની છેલ્લી મેચમાં ભારતીય ટીમે મોજ પાડી દીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય થયો છે. ટીમ ઇન્ડિયાએ વનડે સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમને ૩-૦ થી કલીન સ્વીપ કરી છે.
ભારતીય ટીમે આ મેચને ૧૪૨ રને જીતી લીધી.ઇંગ્લેન્ડને ૧૩ વર્ષ બાદ દ્વિપક્ષીય વનડે સિરીઝ કલીન સ્વીપ કર્યુ છે.
આ પહેલા ભારતીય ટીમે ઓક્ટોબર ૨૦૧૧માં ઈંગ્લેન્ડ ટીમને ૫ મેચોની વનડે સિરીઝમાં ૫-૦ ક્લીન સ્વીપ કરી હતી.
મેચમાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૩૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની આખી ટીમ માત્ર ૩૪.૨ ઓવરમાં ૨૧૪ રનમાં સમેટાઈ ગઈ હતી.
આ રીતે ઈંગ્લેન્ડની ટીમ ૧૪૨ રનથી મેચ હારી ગઈ.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ઓપનર શુભમન ગિલ ફોર્મમાં આવી ગયો હતો. ગિલે ઈંગ્લેન્ડ સામે ૩ મેચની વનડે સિરીઝમાં બે અડધી સદી અને એક સદી ફટકારી હતી. ગિલની વનડે કરિયરમાં આ સાતમી સદી છે.
ભારતને ૬ રને પહેલો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા એક રન બનાવીને આઉટ થયો હતો.
ત્યાર બાદ શુભમન ગિલને વિરાટ કોહલીનો સાથ મળ્યો હતો. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે ૧૧૬ રનની પાર્ટરશીપ કરી ભારતને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢ્યું હતું.
ભારતના બોલરો અર્શદીપ, હર્ષિત અક્ષર, હાર્દિક ર-ર અને સુંદર તેમજ કુલદીપે ૧-૧ વિકેટ લીધી હતી.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
