તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
બુમરાહ જેવા ડિફરન્સ મેકીંગ પ્લેયરની ગેરહાજરીથી ટીમ માટે મુશ્કેલી બની શકે
વરુણ ચક્રવર્તી પાસે ક્ષમતા છે, તે સારૂ પ્રદર્શન કરી રહયો છે રોહીત અને વિરાટના રણજી ટ્રોફી રમવા અંગે કપિલદેવે કહયું પ્રદર્શનને ન જુઓ પણ વ્યવસ્થાને મજબુત બનાવો

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવના મતે, ઈજાના કારણે જસપ્રિત બુમરાહ જેવા ડિફરન્સ મેકિંગ પ્લેયરની ગેરહાજરી કોઈપણ ટીમ માટે મુશ્કેલી બની શકે છે. કપિલ દેવે કહ્યું, જસપ્રીત બુમરાહે છેલ્લાં બે વર્ષમાં શાનદાર પ્રદર્શન કરીને એક સારી છાપ છોડી છે. મને નથી લાગતું કે વિશ્વના અન્ય કોઈ ઝડપી બોલરે તેમના જેટલું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, બુમરાહ,રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે, ઝહીર ખાન જેવા મેચ વિનિંગ ખેલાડીઓની ઈજા કોઈપણ ટીમ માટે સમસ્યા બની શકે છે. હું માત્ર આશા રાખું છું કે બુમરાહ શક્ય તેટલી વહેલી તકે પુનરાગમન કરે કારણ કે એક મોટો ખેલાડી હંમેશા મોટો ખેલાડી રહે છે.
કપીલે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સ્પિનર વરુણ ચક્રવર્તીને પસંદ કરવાના નિર્ણયનું સમર્થન આપતા કહ્યું, વરુણ ચક્રવર્તી પાસે ક્ષમતા છે અને તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. જયારે પણ કોઈ મિસ્ટ્રી બોલર ટીમમાં સામેલ થાય છે ત્યારે ટીમ પર તેની અસર જોવા મળે છે. તેના માટે સૌથી મહત્વની બાબત એ છે કે વિરોધી ટીમના બેટ્સમેન તેના બોલને સમજવામાં અને તેને રમવામાં કેટલો સમય લે છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માને રણજી ટ્રોફી રમવા અંગે કપિલ દેવે કહ્યું, તમે પૂછી રહ્યા છો કે શું વિરાટ કોહલી અને રોહિત શર્મા ૧૨ વર્ષ પછી રણજી ટ્રોફીમાં રમ્યા તે યોગ્ય હતું.
તે કોઈપણ રીતે સારું ન લાગ્યું. મારો કહેવાનો મતલબ એ છે કે જો રોહિત કે કોહલી રન બનાવી રહ્યા હોત અને ભારત જીત્યું હોત તો શું તેઓ રણજી ટ્રોફીમાં રમ્યા હોત? પ્રદર્શનને ન જુઓ, વ્યવસ્થાને મજબૂત કરો
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
