News of Saturday, 15th February 2025
મારેસ્કાએ બ્રાઇટન સામે ચેલ્સીના 0-3થી થયેલા પરાજયને ‘સૌથી ખરાબ પ્રદર્શન’ ગણાવ્યું

નવી દિલ્હી: બ્રાઇટન. ચેલ્સીના મેનેજર એન્ઝો મારેસ્કાએ તેમની ટીમની હાર પર નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારે બ્રાઇટન અને હોવ એલ્બિયન સામે તેની ટીમનો 0-3થી કારમો પરાજય થયો. તેમણે તેને તેમની ટીમનું “સૌથી ખરાબ પ્રદર્શન” ગણાવ્યું. ચેલ્સી આખી મેચમાં એક પણ યોગ્ય શોટ લઈ શકી નહીં અને એક પણ ગોલ થયો નહીં. આ મેચમાં, બ્રાઇટનના કાઓરુ મિટોમાએ શાનદાર ગોલ કરીને શરૂઆત કરી. ત્યારબાદ યાન્કુબા મિન્ટેહે વધુ બે ગોલ કર્યા અને બ્રાઇટન આરામથી જીતી ગયું. ચેલ્સી આખી મેચ દરમિયાન આક્રમક રીતે રમવામાં નિષ્ફળ રહી.“મારા આવ્યા પછી આ સૌથી ખરાબ પ્રદર્શન છે, ખાસ કરીને એવા સમય પછી જ્યારે અમે સારી સ્થિતિમાં હતા. અમે લીગમાં ચોથા ક્રમે છીએ અને જો અમે આ મેચ જીતી ગયા હોત, તો અમે ત્રીજા સ્થાનથી માત્ર એક પોઈન્ટ દૂર હોત અને બાકીની ટીમો સાથે અંતર વધારી શક્યા હોત. પરંતુ અમે જે રીતે રમ્યા તે બિલકુલ યોગ્ય નહોતું. અમે આ હારથી ખૂબ જ દુઃખી છીએ અને ચાહકોની માફી માંગવા માંગીએ છીએ,” મારેસ્કાએ સ્કાય સ્પોર્ટ્સને જણાવ્યું.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
