તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
૧૦ ટીમો, ૭૪ મેચ, કોલકતામાં ૧૦ વર્ષ પછી ફાઇનલ રમાશે
આઇપીઍલ ર૦રપનો શેડયુલ જાહેરઃ ટૂર્નામેન્ટના ૧ર દિવસ બે મેચ રમાશે, ૬પ દિવસ ચાલશે મુકાબલા રરમી માર્ચે કોલકતા અને બેîગલુરૂ વચ્ચે પ્રથમ મેચઃ ત્રણ ફ્રેન્ચાઇઝી બે મેચ પોતાના હોમગ્રાઉન્ડ પર રમશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૮મી એડિશનના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ૨૨ માર્ચથી ૧૩ સ્થળે ૭૪ મેચ રમાશે. આ દરમિયાન ત્રણ ફ્રેન્ચાઇઝી ઓછામાં ઓછા બે મેચ પોતાના હોમગ્રાઉન્ડ પર અને અન્ય મેચ અન્ય નિર્ધારિત સ્થળે રમશે. આઈપીએલના ૨૦૨૫ના એડિશનની શરૂઆત ૨૨ માર્ચે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ સાથે થશે અને આઈપીએલની ફાઇનલ ૨૫ મેના રોજ કોલકાતામાં રમાશે. જે એક ખાસ વાત છે. કોલકાતામાં ૧૦ વર્ષ પછી ફાઇનલ રમાશે.
ટુર્નામેન્ટ દરમિયાન ૧૨ દિવસ બે મેચ રમાશે. ટુર્નામેન્ટ ૬૫ દિવસ સુધી ચાલશે. મેચ ૧૩ જગ્યાએ યોજાશે, જેમાં ધર્મશાળા, ગુવાહાટી અને વિશાખાપટ્ટનમમાં ઓછામાં ઓછી બે-બે આઈપીએલ મેચનું આયોજન થશે. જેવું પહેલા પણ થતું રહ્યું છે, મુલ્લાંપુર સાથે ધર્મશાળા પંજાબ કિંગ્સનું બીજું હોમગ્રાઉન્ડ હશે, જયારે રાજસ્થાન રોયલ્સ જયપુર સિવાય ગુવાહાટીમાં પણ પોતાની દ્યરેલુ મેચ રમશે.
દિલ્હી કેપિટલ્સનું બીજું ઘરેલુ સ્થળ વિશાખાપટ્ટનમ હશે અને તેઓ ૨૪ માર્ચે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાનો લીગ અભિયાન અહીંથી શરૂ કરશે. ગૌહાટી અને વિશાખાપટ્ટનમમાં બે-બે મેચો યોજાશે
જયારે ધર્મશાલામાં ત્રણ મેચો રમાશે. આ સત્રમાં પહેલીવાર ૨૩ માર્ચે એક જ દિવસે બે મેચો રમાશે, જેમાં હૈદરાબાદમાં દિવસની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે, જયારે ત્યારબાદ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે.
લીગ તબક્કા પછી હૈદરાબાદ અને કોલકાતામાં પ્લેઓફનું આયોજન કરવામાં આવશે. હૈદરાબાદ ૨૦ મે અને ૨૧ મેના રોજ અનુક્રમે પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર મેચોની યજમાની કરશે, જયારે ૨૩ મેના રોજ બીજી ક્વોલિફાયર કોલકાતામાં યોજાશે. વર્ષ ૨૦૨રની ૧૦ ટીમના ટુર્નામેન્ટમાં વિસ્તરણ પછી આઇપીએલ પોતાના બે ગ્રુપનો ફોર્મેટને જાળવી રાખશે.
કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, રાજસ્થાન રોયલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે, જયારે સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બીજા ગ્રુપમાં છે.
દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની તમામ ટીમો અને બીજા ગ્રુપની એક પૂર્વનિર્ધારિત ટીમ સાથે બે વખત રમશે, જયારે બીજા ગ્રુપની બાકીની ચાર ટીમો સાથે એક વખત રમશે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
