News of Monday, 17th February 2025
છૂટાછેડા પછી પણ ધવનને તેની પૂર્વ પત્ની હેરાન કરે છે, લગાવ્યા આરોપ

નવી દિલ્હીઃભૂતપૂર્વ ઓપનર શિખર ધવને છૂટાછેડા બાદ પોતાની સંઘર્ષથી ભરેલી જિંદગીની વ્યથા વ્યક્ત કરી છે. ગબ્બરે જણાવ્યું કે, કેવી રીતે તેને પોતાના દીકરા જોરાવર સાથે વાત કરવા દેવામાં આવતી નથી. શિખરનું માનીએ તો તેને પોતાના એકના એક પુત્રને મળ્યાના ૨ વર્ષ અને તેનો અવાજ સાંભળ્યાને ૧ વર્ષ પસાર થઈ ચૂક્યું છે.
એક ઇન્ટરવ્યૂમાં ધવને જણાવ્યું કે, તેને પોતાના દીકરા સાથે તમામ પ્રકારની વર્ચ્યુઅલ વાતચીત પર રોક લગાવી દેવામાં આવી છે, પરંતુ તે તેને દર થોડા દિવસે મેસેજ મોકલતો રહે છે.
શિખરે કહ્યું કે, હું ઇચ્છુ છું કે, તે ખુશ અને સ્વસ્થ રહે. હું તેને દર ૩-૪ દિવસે મેસેજ કરતો રહું છું. ભલે મને બ્લોક કરી દેવામાં આવ્યો હોય. એ મુશ્કેલ છે, પરંતુ તમે તમારી સાથે જીવવાનું શીખી જાઓ છો
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
