<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ભારતીય હોકી ટીમે સ્પેનને 2-0 થી હરાવ્યું: ખેલાડીઓએ કહ્યું - 'અમે જર્મની સામે પણ સારું રમીશું'

 

નવી દિલ્હી: રવિવારે FIH હોકી પ્રો લીગ 2024-25માં ભારતે સ્પેનને 2-0થી હરાવ્યું. ટીમની જીતમાં મનદીપ સિંહ અને દિલપ્રીત સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલી FIH હોકી પ્રો લીગમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર વાપસી કરી અને સ્પેનને 2-0થી હરાવ્યું. પહેલી મેચમાં ૧-૩થી હારનો સામનો કર્યા બાદ, ભારતે રવિવારે શાનદાર પ્રદર્શન કર્યું. મનદીપ સિંહ (32) અને દિલપ્રીત સિંહ (39) ના ગોલથી ભારતને સિઝનની પહેલી જીત મળી.ભારતનો બચાવ છેલ્લી મેચ કરતા ઘણો સારો હતો. ભારતીય ટીમે સ્પેનિશ ટીમને દૂર રાખી. બીજા ક્વાર્ટરમાં, ભારતે બોલ પર પ્રભુત્વ મેળવ્યું અને ગોલ કરવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ સ્પેનના ડિફેન્સે મજબૂત દેખાવ કર્યો. ૧૮મી મિનિટે પેનલ્ટી કોર્નર મળવા છતાં, ભારત ગોલ કરી શક્યું નહીં અને બંને ટીમો હાફ ટાઇમ સુધી ૦-૦થી બરાબર રહી.આખરે ભારતીય ટીમને 32મી મિનિટે સફળતા મળી. મનદીપ સિંહે પેનલ્ટી કોર્નરથી મળેલા રિબાઉન્ડનો ફાયદો ઉઠાવ્યો અને દિલપ્રીત સિંહની મદદથી બોલને ગોલપોસ્ટમાં મોકલ્યો. આ ગોલથી ભારતીય ટીમમાં ઉત્સાહ આવ્યો અને માત્ર સાત મિનિટ પછી, ભારતે પોતાની લીડ બમણી કરી. દિલપ્રીત સિંહે 39મી મિનિટે ગોલ કર્યો.

(5:59 PM IST)