News of Tuesday, 18th February 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલી બની શકે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન
હાલ આ રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે

મુંબઈઃભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવાની સુવર્ણ તક છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. આ ટૂર્નામેન્ટમાં તેણે ૧૭ મેચમાં ૫૨.૭૩ની એવરેજ અને ૮૮.૭૭ની સ્ટ્રાઈક રેટથી ૭૯૧ રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને એક અડધી સદી સામેલ છે. ગેલનો આ રેકોર્ડ કોહલી તોડી શકે છે. આ ભારતીય બેટ્સમેને ચેમ્પિયન્સ ટ્રોફીની ૧૩ મેચમાં ૮૮.૧૬ની એવરેજ અને ૯૨.૩૨ની સ્ટ્રાઈક રેટથી ૫૨૯ રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટમાં કોહલીનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ ૯૬ છે જે તેણે ૨૦૧૭માં બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો. તેણે પાકિસ્તાન સામે ૮૧ અને દક્ષિણ આફ્રિકા સામે ૭૬ રનની ઇનિંગ્સ પણ રમી છે. કોહલી ગેલને પાછળ છોડવાથી ૨૬૩ રન દૂર છે. જો કોહલી આટલા રન બનાવશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
