<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

યુવરાજે લીધુ ગિલનું નામ તો સિધ્‍ધુએ કહયું ટૂર્નામેન્‍ટમાં રોહિત સૌથી વધુ રન બનાવશે

 

નવી દિલ્‍હીઃ ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના પ્‍લેટફોર્મ પર આવેલા પૂર્વ ખેલાડીઓને એક સવાલ પૂછવામાં આવ્‍યો હતો કે આ સમગ્ર ટૂર્નામેન્‍ટમાં કયા ખેલાડીનો સૌથી વધુ સ્‍કોર થશે. જેમાં આ પૂર્વ ખેલાડીઓએ જુદા-જુદા જવાબો આપ્‍યા હતા.  યુવરાજસિંહે શુભમન ગિલ પર વિશ્વાસ દર્શાવતા કહ્યું કે આ આખી ટૂર્નામેન્‍ટમાં તે સૌથી વધુ રન -સ્‍કોરર હશે. નવાજોતસિંહ સિદ્ધુએ રોહિત શર્માનું નામ લીધું. બીજી બાજુ, જો ભૂતપૂર્વ પાકિસ્‍તાની ખેલાડીઓ માને છે કે બેટ્‍સમેન બાબર આઝમ ટૂર્નામેન્‍ટમાં સૌથી વધુ રન બનાવશે.

યુવરાજસિંહે પાકિસ્‍તાનને વધુ અસરકારક ગણાવ્‍યું હતું. જો કે, પાકિસ્‍તાનીના ભૂતપૂર્વ ખેલાડીઓએ કહ્યું હતું કે કોઈ પણ ટીમને વધુ અને ઓછા કહેવું યોગ્‍ય રહેશે નહીં. મેચ તે દિવસે બંને ટીમોની બોડી લેંગ્‍વેજ પર આધારિત છે.

(4:19 PM IST)