<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વધુ એક ફટકોઃ ઋષભ પંતને ઘૂંટણમાં ગંભીર ઇજા

 

નવી દિલ્‍હીઃ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી કાલથી શરૂ થઇ રહી છે ત્‍યારે ભારતને હવે બીજો ફટકો પડ્‍યો છે.વિકેટ કિપર કમ બેટર ઋષભ પંતને દુબઈમાં ટ્રેઈનિંગ કરતાં ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. હાર્દિક પંડ્‍યાને શોટ મારતાં બોલ પંતને ડાબા ઘૂંટણે વાગ્‍યો હતો આમ છતાં પણ પંતે પ્રેક્‍ટિસ ચાલું રાખી હતી, ઉલ્લેખનીય છે કે ડિસેમ્‍બર ૨૦૨૨માં પણ કાર એક્‍સિડન્‍ટ વખતે પંતને આ જ ડાબા ઘૂંટણ પર ગંભીર ઈજા થઈ હતી.

(4:26 PM IST)