<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

બોલીંગ કોચ મોર્કેલના પિતાનું અવસાન થતાં આફ્રિકા પરત ફર્યો

 

 નવિ દિલ્‍હી ભારતીય ટીમ હાલમાં ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે દુબઈમાં છે જયાં તેને કોઈ સારા સમાચાર મળ્‍યા નથી. ભારતીય ટીમના સહાયક કોચ મોર્ને મોર્કેલના પિતાનું અવસાન થયું છે. તે દુબઈથી દક્ષિણ આફ્રિકા ગયો છે. ટીમ છેલ્લા બે દિવસથી નેટ્‍સમાં સતત પરસેવો પાડી રહી છે. ટીમે ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્‍લાદેશ સામે મેદાનમાં ઉતરવાનું છે. મુખ્‍ય કોચ ગૌતમ ગંભીર મોર્કેલ દ્વારા છોડવામાં આવેલી ખાલી જગ્‍યા કેવી રીતે ભરશે તે જોવાનું બાકી છે. કોચિંગ સ્‍ટાફમાં જોડાવા માટે કોઈ વધારાના સભ્‍યને દુબઈ મોકલવામાં આવશે કે નહીં.(

(4:26 PM IST)