News of Tuesday, 18th February 2025
ચક દે... ટીમ ઇન્ડિયા ત્રીજી વખત ટાઇટલ જીતવા હોટ ફેવરીટ
કાલથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભઃ ગુરૂવારે ભારત વિ.બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો ભારતીય ટીમ ચાર વખત ફાઇનલમાં પહોચ્યું બે વખત વિજેતા બન્યુ : આ વખતે આ તાજ કોને મળશે ?

નવી દિલ્હીઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે. ૫૦ ઓવર્સની વ્હાઇટબોલ ફોર્મેટમાં આઠ ટીમ ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન રમશે. આઈસીસી વન-ડે રેન્કિંગમાં કટઆઉટ ટાઇમ વખતે જે ટોપની આઠ ટીમો હતી તેમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાની તક મળી છે. વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા ક્વોલિફાય થઇ નથી. ગ્રૂપ-એમાં ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે.
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ઓવરઓલ ચાર વખત ફાઇનલમાં પહોંચી છે અને બે વખત ટાઇટલ જીત્યું હતું. ભારતીય ટીમ અન્ય ટીમો કરતાં વધારે બેલેન્સવાળી જણાય છે અને તે ત્રીજી વખત ટાઇટલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. ૨૩જ્રાક ફેબ્રુઆરીએ દુબઇમાં ભારત અને પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. સિનિયર બોલર જસપ્રીત બુમરાહ ઇજાના કારણે આ ઇવેન્ટમાં રમી શકે તેમ નથી. તેની ગેરહાજરીમાં મોહમ્મદ શમી નવા બોલનું આક્રમણ સંભાળશે. ભારતે છેલ્લે ૨૦૧૩મૉ ધોનીના નેતૃત્વમાં ટાઇટલ જીત્યું હતું અને વરસાદના કારણે ૨૦૦૨માં શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતાબન્યું હતું.
બેટિંગ અને સ્પિન બોલિંગના આધારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનની સાથે ટ્રોફી જીતવા માટેની દાવેદાર રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતે પોતાના દ્યરઆંગણે ઇંગ્લેન્ડને ૩-૦ થી હરાવીને પોતાની તૈયારીઓનો સંકેત આપી દીધો હતો. સુકાની રોહિતે સદી ફટકારીને ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપ્યો હતો. કોહલી પણ પોતાના જૂના ટચ અને આત્મવિશ્વાસમાં જણાતો હતો. યુવા બેટ્સમેન શુભમન ગિલ ફોર્મમાં છે. હાર્દિક પંડયા અને શ્રેયસ ઐયર મિડલ ઓર્ડરને વધારે મજબૂત બનાવી રહ્યા છે. સ્પિન વિભાગમાં રવીન્દ્ર જાડેજા. અક્ષર પટેલ તથા કુલદીપ યાદવની સાથે વરુણ ચક્રવર્તી દ્યાતક બનાવી રહ્યા છે. ગયા વર્ષના ટી૨૦ વર્લ્ડ કપને બાદ કરતાં ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં આઇસીસી ઇવેન્ટની ફાઇનલમાં વિખેરાઇ જાય છે. ભૂતકાળના આંકડાને ધ્યાનમાં રાખીને ભારતે સાવચેતી રાખવી પડશે.
ચેમ્પિયન ટીમને મળશે ૧૯.૪૬ કરોડ રૂપિયા
ચેમ્પિયન ટ્રોફી જીતનાર માટે ઇનામનું પણ એલાન થયું છે. હવે આઇસીસી એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇનામી રકમ જાહેરાત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી ર૦રપ ની વિજેતા ટીમને $૧.૧ર મિલિયન (લગભગ રૂ. ૯.૭૩ કરોડ) મળશે. સેમિફાઇનલમાં હારનારી બંને ટીમને $ પ૬૯.૦૦૦ (આશરે ૪.૮૬ કરોડ) ની સમાન રકમ મળશે.

(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
