<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તમામ મેચો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો? :જાણો તમામ વિગતો

ટૂર્નામેન્ટમાં ટોપ 8 વનડે ટીમો ભાગ લઈ રહી છે. આજે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે

મુંબઈ :આજે 19 ફેબ્રુઆરીથી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટોપ 8 વનડે ટીમો ભાગ લઈ રહી છે. આજે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવાની છે. ત્યારે જાણો ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તમામ ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે તેની સંપૂર્ણ જાણકારી

ક્યાં જોઈ શકશો લાઈવ મેચ?

ટીવી બ્રોડકાસ્ટ - સ્ટાર સ્પોર્ટ્સ અને નેટવર્ક 18 ચેનલો (બપોરે 2 વાગ્યાથી લાઈવ કવરેજ)

લાઈવ સ્ટ્રીમિંગ - જિયો હોટસ્ટાર (JioHotstar) એપ અને વેબસાઈટ (બપોરે 2 વાગ્યાથી લાઈવ કવરેજ)

ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પ્રસારણ અધિકાર જિયોસ્ટાર નેટવર્ક પાસે છે. આ ICC ટૂર્નામેન્ટ 16 ફીડ્સ અને 9 ભાષાઓમાં લાઈવ સ્ટ્રીમ થશે, જેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને કન્નડનો સમાવેશ થાય છે. જિયોહોટસ્ટાર પર ચાર મલ્ટી-કેમ ફીડ્સ ઉપલબ્ધ રહેશે. ટીવી પર અંગ્રેજી ફીડ સાથે, સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ 8 ચેનલો પર હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં પર કવરેજ મળશે.

(4:46 PM IST)