તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
કાલે ભારત-બાંગ્લાદેશ મેચઃ ત્રણ ફાસ્ટ બોલરો અને ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે ખેલાડીઓ
અર્શદીપ, શમી, હાર્દિક, કુલદિપ, જાડેજા, અક્ષરનું પ્લેઇંગ ઇલેવનમાં રમવું ફાઇનલ

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે બીજી મેચ સૌથી મોટી દાવેદાર ટીમ ભારતની છે, ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા આતુર ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરવા ઈચ્છશે. દરેકના મનમાં સવાલ છે કે કેપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીર કેટલા બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં ૩ ઝડપી બોલરો અને ૩ સ્પિનરો બોલિંગ આક્રમણમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરીને કારણે ભારતને આંચકો લાગ્યો છે. અનુભવી મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળતો જોવા મળશે. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા તેને સપોર્ટ કરતા જોવા મળશે. દુબઈની પીચ સ્પિનરોને મદદ કરે છે, તેથી કોચ અને કેપ્ટન ૩ સ્પિનરો સાથે જવા ઈચ્છે છે. મુખ્ય સ્પિનર તરીકે કુલદીપ યાદવને તક મળી શકે છે. રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પ્લેઈંગ ઈલેવનમાં હશે તે નિヘતિ માનવામાં આવે છે.
કોચ ગૌતમ ગંભીર મજબૂત બેટિંગ ઓર્ડર સાથે મેચમાં પ્રવેશવાનું પસંદ કરે છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ મુખ્ય બેટ્સમેન હશે. આ સિવાય હાર્દિક પંડ્યા, જાડેજા અને અક્ષર પણ બેટિંગમાં સારું યોગદાન આપે છે. ટીમ ઈન્ડિયા પાસે પ્લેઈંગ ઈલેવનમાં બેટિંગના ૮ વિકલ્પો હશે.
ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં પ્રવેશવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ભારતીય ટીમ તેની ત્રણેય લીગ મેચ જીતી લે. આમ કરવાથી તેને કોઈપણ રીતે ‘‘જો'' અને ‘‘તો'' પર નિર્ભર રહેવું પડશે નહીં. જો ભારત ત્રણમાંથી એક પણ મેચ હારી જાય તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કારણ કે ૪ ટીમોના ગ્રુપમાં, એવી પૂરી શકયતા છે કે બે ટીમો એવી હશે જેણે ૨-૨ મેચ જીતી હશે. જો આવું થાય, તો સેમીફાઇનલમાં જતી ટીમનો નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
