<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

મોહમ્મદ શમીએ બુમરાહની ગેરહાજરીમાં બોલિંગ ડિપાર્ટમેન્ટને લીડ કરવા સાથે ત્રણ-ત્રણ પડકારોનો સામનો કરવો પડશે

અર્શદિપ હર્ષીદ રાણા જેવા યુવા બોલરોને માર્ગદર્શન આપવાની પણ જવાબદારી લેવી પડશે

નવી દિલ્હીઃ મોહમ્મદ શમીના જમણા હાથમાં જાદૂ છે અને તેના કાંડાની કમાલથી તે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોને છેતરી શકે છે, પરંતુ શું તેનો આ જાદૂ ઉપયોગ કરીને ૧૨ વર્ષ પછી ભારતને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મદદ કરી શકે છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે તેણે દુનિયાના શ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં આ કામ કરવાનું છે, તેણે સિનિયર બોલર તરીકે બોલિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળવાની સાથે સામાન્ય અનુભવ ધરાવે છે તેવા બોલરો કઈ રીતે બેટ્સમેનોને રન બનાવતા અટકાવવા અને તેમની વિકેટ લે તે દિશામાં કામ કરવાનું છે.

૩૪ વર્ષીય શમી ઈજામાંથી સાજો થયા બાદ પુનરાગમન કરી રહ્યો છે, તેણે અલગ-અલગ સ્તરે અને અલગ-અલગ ફોર્મેટમાં કેટલીક મેચ રમી છે, પરંતુ મોટી ટૂર્નામેન્ટમાં અપેક્ષાઓ પર રહેવાનું દબાણ અલગ છે. આવી સ્થિતિમાં બુમરાહની ગેરહાજરીમાં તેના પર દબાણ વધુ વધશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમીનો પાર્ટનર અર્શદીપ સિંહ હશે, પરંતુ તે બુમરાહના વર્ગનો બોલર નથી. ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર લક્ષ્મીપતિ બાલાજીનું માનવું છે કે શમી પાસે ઘણો અનુભવ છે અને તે આ પડકારનો સામનો કરશે.

મોહમ્મદ શમીની જવાબદારી માત્ર વિકેટ લેવાની જ નહીં પરંતુ અર્શદીપ અને હર્ષિત રાણા જેવા બોલરોને માર્ગદર્શન આપવાની પણ રહેશે. બાલાજીએ કહ્યું, 'શમી આ સમયે બોલિંગ ડિપાર્ટમેન્ટનો લીડર છે. તે લાંબા સમયથી આસપાસ છે અને છેલ્લા ૧૨ વર્ષમાં તેનું પ્રદર્શન ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રહ્યું છે. હવે તે અન્ય બોલરો માટે માર્ગદર્શક તરીકેની પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યો છે

(3:14 PM IST)