તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડના ઓપનર વિલ યંગે સદી ફટકારી
વિલ યંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો ચોથો બેટ્સમેન બન્યો

મુંબઈ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જ મેચમાં પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડના ઓપનર વિલ યંગે સદી ફટકારી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સદી ફટકારનાર યંગ પહેલો બેટ્સમેન છે. હજી ટુર્નામેન્ટની શરૂઆત જ છે અને આ પહેલી જ મેચ છે. એવામાં આગામી દિવસોમાં અન્ય બેટ્સમેનો પણ સદી ફટકારશે એવી પૂરી શક્યતા છે.
વિલ યંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો ચોથો બેટ્સમેન બન્યો છે. વિલ યંગ પહેલા કેન વિલિયમસન, ક્રિસ કેર્ન્સ અને નાથન એસ્ટલ ન્યુઝીલેન્ડ તરફથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારી ચૂક્યા છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
