તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ગિલે એવો છગ્ગો ફટકાર્યો કે રોહિતની આંખો પણ પહોળી થઇ ગઇ

નવી દિલ્હીઃ શુભમન ગિલ દુનિયાનો નં.૧ વન-ડે બેટસમેન છે અને તે કેમ આ પોઝીશન પર છે તેના પુરાવા તેણે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમા સદી ફટકારીને આપ્યા છે. આ સદીમાં તેના એક શોટની ખુબ ચર્ચા થઇ રહી છે. શુભમન ગિલ સામાન્ય રીતે ચોગ્ગાથી રન બનાવે છે. પરંતુ બાંગ્લાદેશ સામે તેનો એક છગ્ગો ચર્ચાનો વિષય બન્યો છે. ગિલે આ છગ્ગો બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તંજીમ હસન સાકિબના બોલમાં ફટકાર્યો હતો. ગિલનો આ શોટ એટલો જોરદાર હતો કે તેનો જોઇને રોહિત શર્માની આંખો પણ પહોળી થઇ ગઇ હતી. (૩પ.૯)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
