News of Saturday, 22nd February 2025
રોક શકો તો રોક લોઃ કાલે ટીમ ઇન્ડિયા જીતે તો સેમીફાઇનલમાં
કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમમાં ફેરફાર થવાની સંભાવના નહિવતઃ આપણા ખેલાડીઓ વધુ એક જીત મેળવી ચાહકોને ભેટ આપશેઃ પાકિસ્તાનને પછાડી ટુર્નામેન્ટમાંથી બહાર ફેકવા ટીમ ઇન્ડિયા તૈયાર

નિવી દિલ્હીઃ ક્રિકેટ જગતના સૌથી મોટા મુકાબલા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માં ભારત અને પાકિસ્તાન રવિવાર, ૨૩ ફેબ્રુઆરીના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યે મેચ શરૂ થશે, જયારે ટોસ બપોરે ૨ વાગ્યે થશે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં આ બંને ટીમોની બીજી મેચ હશે. ભારતે પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો, જયારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન માટે આ મેચ નોકઆઉટથી ઓછી નથી, કારણ કે જો તેઓ આ મેચ હારી જાય છે, તો સેમિફાઇનલમાં પહોંચવાની તેમની આશા લગભગ સમાપ્ત થઈ જશે. બીજી તરફ, ભારત પોતાની જીતની ગતિ જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.
૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને મોટો ફટકો ત્યારે પડ્યો હતો જયારે સેમ અયુબ ટીમની બહાર હતો. હવે પ્રથમ મેચમાં હાર બાદ પાકિસ્તાન ટીમને બીજો આંચકો લાગ્યો છે. સ્ટાર ઓપનર ફખર ઝમાન પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જો કે ફખરની જગ્યાએ સિનિયર ખેલાડી ઈમામ ઉલ હકને ટીમમાં તક મળી છે.
પાકિસ્તાન પર ઘરઆંગણે સારું પ્રદર્શન કરવાની સાથે સાથે ટ્રોફી જીતવાનું પ્રેશર પણ રહેશે. ૨૯ વર્ષ પછી આઇસીસી ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. છેલ્લી વખત પાકિસ્તાને ૧૯૯૬માં વન-ડે વર્લ્ડ કપનું સહ-યજમાની કરી હતી. ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ગત ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે ફાયનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન ગ્રુપ એ માં ન્યુઝીલેન્ડ, ભારત અને બાંગ્લાદેશ સાથે છે. ચેમ્પિયન્સ ટ્રોફીના નિયમો અનુસાર, ગ્રુપની બધી ટીમો એકબીજા સામે એકવાર રમશે. ટોચની ૨ ટીમો સીધી સેમિફાઇનલમાં પહોંચશે. આ રીતે, કોઈપણ ટીમ માટે ભૂલ માટે કોઈ જગ્યા નથી. એક મેચમાં હાર તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. આવી સ્થિતિમાં, કિવી ટીમ સામેની પહેલી મેચ પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તાજેતરમાંપાકિસ્તાનને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. જો પાકિસ્તાન પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે, તો ટીમ ઈન્ડિયા માટે સેમિફાઇનલનો રસ્તો સરળ બની જશે. તેઓ ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ અને ૨૩ ફેબ્રુઆરીએ પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલની નજીક પહોંચશે. જો રોહિત શર્માની ટીમ કિવીઓ સામે હારી જાય તો પણ તે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે જીતીને સેમિફાઇનલમાં પહોંચશે. એકંદરે આપણે કહી શકીએ કે પહેલી મેચમાં પાકિસ્તાનનો પરાજય ભારત માટે ફાયદાકારક રહેશે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
