તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
ચહલ-ધનશ્રીના છૂટાછેડા ફાઇનલ નથી થયા : વકીલે કહ્યું, મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે : પરિવારે કહ્યું- યુઝવેન્દ્ર પાસેથી ₹60 કરોડ માંગ્યા નથી

નવી દિલ્હી: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા નક્કી થયા નથી. ધનશ્રીના વકીલે મીડિયાને જણાવ્યું, આ મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. ગુરુવારે મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે બંનેના છૂટાછેડા ફાઈનલ થઈ ગયા છે.TOIના અહેવાલ મુજબ, ધનશ્રીના પરિવારે એમ પણ કહ્યું કે તેઓએ યુઝવેન્દ્ર અથવા તેના પરિવાર પાસેથી 60 કરોડ રૂપિયા માંગ્યા નથી. ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા, બંને 2023થી અલગ રહેતા હતા.વકીલે કહ્યું- હજી છૂટાછેડા નક્કી થયા નથી, ધનશ્રીના વકીલ અદિતિ મોહને કહ્યું, 'હાલમાં મામલો કોર્ટમાં છે, છૂટાછેડા નક્કી થયા નથી. મીડિયાએ રિપોર્ટિંગ કરતા પહેલા હકીકત તપાસવી જોઈએ. આ બંને વિશે ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
