તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd February 2025
શમીનો શરમજનક રેકોર્ડ : ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં એક ઑવરમાં સૌથી વધુ વાઈડ બૉલ ફેંકનાર બૉલર બન્યો
અગાઉ 2003માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઝહીર ખાન અને 2006માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈરફાન પઠાણે એક ઑવર પુરી કરવા માટે 11-11 બૉલ ફેંક્યા હતા

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી હતી, જેમાં ભારતે શાનદાર જીત પણ મેળવી હતી. બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બૉલર મહોમ્મદ શામીએ ઘાતક બોલિંગ કરીને 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ મહોમ્મદ શમીએ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે આજે રમાઈ રહેલી પાકિસ્તાન સામેની મેચમાં મહોમ્મદ શમીની બૉલિંગમાં એવી ધાર જોવા નથી મળી હી.
હકીકતમાં આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ-એમાં સામેલ એશિયન ઉપખંડની બે શક્તિશાળી ટીમ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી છે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની બીજી મેચમાં મોહમ્મદ શમીએ પોતાની પ્રથમ ઑવરમાં જ 5 વાઈડ બૉલ ફેંક્યા હતા. આ સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ વાઈડ બૉલ ફેંકનાર બોલરમાં મહોમ્મદ શમીનું નામ સામેલ થઈ ગયું છે.
આ લિસ્ટમાં પ્રથમ નંબર પર ઝિમ્બાબ્વેના બૉલર તિનશે પન્યાંગારાનું નામ આવે છે. જેણે 2004માં બર્મિંઘમમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. તિનશે પન્યાંગરાએ પોતાની એક ઑવરમાં 7 વાઈડ બૉલ ફેંક્યા હતા. આ મેચમાં તિનશેએ પોતાની 10 ઑવરના સ્પેલમાં 86 રન આપવા સાથે માત્ર 1 વિકેટ ઝડપી હતી. જે બાદ 300 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 147 રનમાં પેવેલિયન પરત ફરી હતી. આ સાથે જ ઈંગ્લેન્ડ તે મેચ 152 રને જીત્યું હતુ.
બીજા નંબરે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બૉલર મહોમ્મદ શમીનું નામ આવે છે. જેણે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાઈ રહેલી મેચના પ્રથમ ઑવરમાં જ 5 વાઈડ બોલ ફેંક્યા હતા. મોહમ્મદ શમીએ પોતાની પહેલી ઑવર પૂરી કરવા માટે 11 બૉલ ફેંક્યા હતા.
હવે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ભારત તરફથી મોહમ્મદ શમી એક ઑવર પુરી કરવા માટે સૌથી વધુ બૉલ ફેંકનાર ત્રીજો ભારતીય બૉલર બની ચૂક્યો છે. અગાઉ 2003માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઝહીર ખાન અને 2006માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈરફાન પઠાણે પોતાની એક ઑવર પુરી કરવા માટે 11-11 બૉલ ફેંક્યા હતા.
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બૉલર શેન બૉન્ડનું નામ આવે છે. જેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2006માં મોહાલીમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી સેમીફાઈનલ મેચની એક ઑવરમાં 3 વાઈડ બૉલ ફેંક્યા હતા. આ મેચમાં શેન બોન્ડે પોતાની 10 ઑવરના સ્પેલમાં 55 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ઑસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પૉન્ટિંગની અડધી સદીની મદદથી કાંગારું ટીમે 240 રનનો સ્કોર બનાવ્યો હતો. જો કે ન્યુઝીલેન્ડની ટીમ 34 રને હારી ગયું હતું.
આ સિવાય વેસ્ટ ઈન્ડિઝના ઈયન બ્રેડ શૉએ પણ 2004ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડની સામે પોતાની એક ઑવરમાં 3 વાઈડ બૉલ ફેંક્યા હતા. આ મેચમાં ઈયાન બ્રેડ શૉએ પોતાની 10 ઑવરના સ્પેલમાં 54 રન આપવા સાથે 2 વિકેટ ઝડપી હતી. જો કે આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 217 રને ઑલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 વિકેટે જીત મેળવી હતી.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
