<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

અક્ષર પટેલ અને હાર્દિકે તોડી રિઝવાન અને સઈદ શકીલ વચ્ચેની સદીની ભાગીદારી

હાર્દિક પંડ્યાની બોલિંગમાં સઈદ શકીલ અક્ષર પટેલના હાથે કેચઆઉટ : અક્ષર પટેલે મોહમ્મદ રિઝવાનને બોલ્ડ કર્યો

ભારતીય ટીમ સ્પર્ધામાં પરત ફર્યું છે. હાર્દિક પંડ્યાની બોલિંગમાં સઈદ શકીલ અક્ષર પટેલના હાથે કેચઆઉટ થયો હતો. શકીલે 76 બોલમાં 62 રન બનાવ્યા હતા. 35 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 160 રન છે.

અક્ષર પટેલે રિઝવાન અને સઈદ શકીલ વચ્ચેની સદીની ભાગીદારી તોડી હતી. અક્ષર પટેલે 34મી ઓવરમાં મોહમ્મદ રિઝવાનને બોલ્ડ કર્યો હતો. રિઝવાને 77 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. 34 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 154 રન છે.

 રાણાએ 33મી ઓવરના છેલ્લા બોલ પર રિઝવાનનો કેચ છોડ્યો હતો. રિઝવાન અને સઈદ શકીલ વચ્ચે 100 રનની ભાગીદારી થઈ છે. 33 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 150 રન છે.

 

(5:51 PM IST)