તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd February 2025
ચેમ્પિયન ટ્રોફી : પાકિસ્તાન 241 રનમાં ઓલઆઉટ : રોમાચંક મેચમાં ભારતને 242 રનનો લક્ષ્યાંક આપ્યો
પાકિસ્તાનની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 49.4 ઓવરમાં 241 રનમાં સમેટાઈ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે (23 ફેબ્રુઆરી) ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાઈ હતી દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતા મેચમાં પાકિસ્તાને ભારતને જીતવા માટે 242 રનનો લક્ષ્યાંક આપ્યો છે પાકિસ્તાનની ટીમ ટોસ જીતીને 49.4 ઓવરમાં 241 રનમાં સમેટાઈ છે
પાકિસ્તાન 241 રનમાં ઓલઆઉટ, ભારતને મેચ જીતવા 242 રનનો ટાર્ગેટ, સઈદ શકીલે સૌથી વધુ 62 રન બનાવ્યા, કુલદીપે 3, હાર્દિકે 2, અક્ષર-જાડેજા-હર્ષિતની એક-એક વિકેટ. અક્ષર પટેલે બે રનઆઉટ કર્યા
ભારત સામેની ICC ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે બાંગ્લાદેશ સામે જીત મેળવનારી પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી જ્યારે પાકિસ્તાને ઇજાગ્રસ્ત ઓપનર ફખર ઝમાનના સ્થાને ઇમામ ઉલ હકને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
